Sun,17 November 2024,2:57 am
Print
header

ઘાટલોડિયા વૃદ્ધ દંપતિ હત્યા કેસઃ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની કરી અટકાયત

પકડાયેલા બંને શખ્સો ઝારખંડના રહેવાસી 

અમદાવાદઃ ધનતેરસના દિવસે શહેરના  ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની લૂંટના ઇરાદે ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી લીધી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે. આ બંને શખ્સો ઝારખંડના રહેવાસી છે. અગાઉ સીસીટીવીમાં આ શખ્સોની ગતિવિધીઓ દેખાઇ હતી.

વૃદ્ધ દંપતિની તેમના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી હતી, દવાઓ આપવા આવેલા એક વ્યક્તિએ અહીં લાશો જોયા પછી પોલીસને અને પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી હતી, આ દંપતિ તેમની પૌત્રી સાથે અહી રહેતુ હતુ અને તેમનો પુત્ર અડાલજમાં રહેતો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આ કેસની ઉંડી તપાસ શરૂ કરી હતી. જેમાં બે શખ્યોને ઝડપી લેવાયા છે. પારસમણી સોસાયટીના મકાન નંબર 11 માં રહેતા દયાનંદ શાનભાગ અને વિજયાલક્ષ્મી શાનભાગ નામના વૃદ્ધ દંપતિની હત્યા કરાઇ હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch