Fri,15 November 2024,6:26 pm
Print
header

અમદાવાદમાં 3 કિલો સોનાની લૂંટ, કર્મચારીઓએ માલિકને બંધક બનાવીને કરી લૂંટ- gujarat post

અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં જ એક જ્વેલર્સ લૂંટાયા છે, શહેરના મોટેરામાં આવેલા અંજલી જ્વેલર્સના શો રૂમમાં કામ કરનારા સેલ્સમેને માલિકને બંધક બનાવીને ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. અંદાજે દોઢ કરોડ રૂપિયાનું સોનું લૂંટીને તે ફરાર થઇ ગયા છે.

દિવાળીના તહેવારોમાં શહેરમાં જ્વેલર્સ લૂંટાયા

શો રૂમમાં કામ કરનારા જ નીકળ્યાં લૂંટારુઓ

પોલીસે સીસીટીવી ચેક કર્યાં તેમાં આરોપી સુરેન્દ્ર ઝાલા અને ચિરાગ નાયક લૂંટ કરતા દેખાઇ રહ્યાં છે અને તેમને માલિક મહેશ શાહને બંધક બનાવ્યાં હતા. સીસીટીવીમાં સામે આવ્યું છે કે જ્યારે વેપારી સ્ટ્રોંગરૂમમાં સોનું મુકવા જઇ રહ્યાં હતા, ત્યારે જ તેમને બંધક બનાવીને લૂંટ ચલાવાઇ હતી.

ચાંદખેડા પોલીસે આ માામલે તપાસ શરૂ કરી છે, આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થઇ રહી છે કે આરોપીઓ ક્યાં ભાગી ગયા છે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડે તેવી શક્યતા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch