Sun,17 November 2024,1:21 pm
Print
header

અમદાવાદીઓ ચેતી જજો, પાણી બચાવજો નહીંતર ભવિષ્યમાં ભોગવવા પડશે ગંભીર પરિણામ

(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે. પરંતુ અમદાવાદમાં હજુ જોઈએ તેવો વરસાદ નથી પડ્યો. દરમિયાન અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે અમદાવાદ દેશમાં ગ્રાઉન્ડ વોટર લેવલમાં ત્રીજા ક્રમે છે.

અમદાવાદમાં પાણી માટે બોર બનાવતી વખતે 67 મીટર (220 ફૂટ) પર પાણી આવે છે. જ્યારે જયપુરમાં 84.7 મીટર અને દહેરાદૂનમાં 79.2 મીટર પર પાણી આવે છે. દિલ્હીમાં આ પ્રમાણે 64 મીટર, ચંદીગઢમાં 53.6 મીટર અને લખનઉમાં 45.8 મીટર છે.

અમદાવાદમાં પાણી ઉંડા જવાના સ્તરમાં 2 થી 4 મીટરનો ઘટાડો નોંધાયો છે.રાજકોટમાં ઓબ્ઝર્વેશનમાં રહેલા પાણીનું સ્તર 2 થી 4 મીટર ઉંચું આવ્યું છે. સુરતમાં 2 મીટર સુધી તળ નીચે ઉતર્યાં છે, વડોદરામાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા 4માંથી 3 કૂવાના પાણીના લેવલમાં 2 મીટર સુધી ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં પાણીનું સ્તર નીચું જતા ભવિષ્યમાં પીવાના પાણીને લઇને ચિંતા વધી શકે છે જેથી લોકોએ પાણીનો બગાડ કરવો જોઇએ નહીં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch