Sat,16 November 2024,4:57 am
Print
header

કોચીંગ ક્લાસીસવાળા નીકળ્યાં ટેક્સ ચોરો, સ્ટેટ GSTએ રૂ.42 કરોડના બિન હિસાબી વ્યવહારો ઝડપી લીધા- Gujarat Post

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જુદી-જુદી સર્વિસિસમાં સિસ્ટમ બેઝડ
એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલીજન્સ આધારિત ટેક્ષનુ યોગ્ય રીતે કમ્પલાઇંસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં કેટલાક કોચિંગ ક્લાસીસ સાથે 
સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અને સ્કૂલના વિદ્યાર્થીઓને કોચિંગ આપતા એકમોના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજયભરમાં 54 સ્થળોએ ટેક્ષ કમ્પલાઇન્સ બાબતે સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી મોટી ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે.

તપાસની કામગીરીમાં કરચોરીને લગતા સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતા. જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રૂ. 42 કરોડના બિનહિસાબી અને જેના પર ટેક્ષનુ યોગ્ય રીતે કમ્પલાઇન્સ ન કરવામાં આવેલું હોઇ તેવા વ્યવહારો શોધી કાઢવામાં આવ્યાં છે. આવા વ્યવહારો ઉપર અંદાજે રૂ.6 કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે, જેની સામે રૂ.1.85 કરોડની વસૂલાત કરાઇ છે, બાકીની રકમ અને દંડની વસૂલાતની કાર્યવાહી સ્ટેટ જીએસટી વિભાગે હાથ ધરી છે. આ કેસોમાં વધુ તપાસ ચાલી રહી છે.

કોચિંગ ક્લાસીસની સેવાઓ પર 18% વેરો લેવા પાત્ર થાય છે. વિધાર્થીઓ પાસેથી કોચિંગ ક્લાસીસની ઉઘરાવવામાં આવતી ફી હિસાબી સાહિત્યમાં ઓછી
દર્શાવામાં આવે છે, વિર્ધાથીઓને તેમને ચૂકવેલ ફીની પાકી પહોંચ આપવામાં આવતી નથી અથવા તો ઓછી રકમની પાવતી આપવામાં આવે છે, આમ કરીને પુરી પાડવામાં આવતી સેવાની સામે મેળવેલ રકમ GST પત્રકમાં ઓછી દર્શાવી GST ની ચોરી કરવામાં આવે છે.હજુ પણ જીએસટી વિભાગની અનેક આવા ક્લાસીસ સંચાલકો પર નજર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch