Sun,17 November 2024,1:44 pm
Print
header

GST વિભાગની મોટી કાર્યવાહી, પેટ્રોલપંપો પર દરોડા બાદ સામે આવ્યું કે વેટ રજીસ્ટ્રેશન વગર રૂ.400 કરોડનું વેચાણ કર્યું

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગના કૌભાંડીઓ પછી હવે જુદી જુદી કંપનીઓના પેટ્રોલપંપ પર સ્ટેટ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે રાજ્યવ્યાપી દરોડામાં સામે આવ્યું છે કે અંદાજે 400 કરોડ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલનું વેચાણ વેટ રજીસ્ટ્રેશન વગર કરવામાં આવ્યું છે. કોઇ પણ પેટ્રોલપંપ માલિકોએ ગુજરાત વેટ અધિનિયમ રજીસ્ટ્રેશન મેળવીને ધંધો કરવાનું ફરજિયાત હોય છે. તે હોય તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા લાયક બને છે. તેમ છંતા નિયમો નેવે મુકીને આ પેટ્રોલપંપ માલિકોએ ગેરરીતી કરી છે. 

સ્ટેટ જીએસટી વિભાગે તપાસ કરતા જાણવા મળ્યું કે અમદાવાદ, ખેડા, આણંદ, ગોધરા, પોરબંદર, પાટણ, રાજકોટ, જામગનર, વડોદરા, સુરત, વલસાડ જેવા શહેરોમાં 104 પેટ્રોલ પંપોએ ટેક્સ ચોરી કરી છે. જેમાં વેટનું રજીસ્ટ્રેશન રદ્ થયું હોવા છંતા 27 જેટલા પંપોએ પેટ્રોલપંપ પર વેચાણ કરીને ટેક્સ ચોરી કરી છે. બીજા મળીને કુલ 104 પેટ્રોલપંપોએ નિયમો નેવે મુકીને 400 કરોડ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલનું વેચાણ કર્યું છે. જેમાં 64 કરોડ રૂપિયાનો વેરો ભરપાઇ ન થયો હોવાનું જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુ.

હાલમાં જીએસટી વિભાગે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપીને કેટલાકની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જેનાથી અન્ય પેટ્રોલપંપના માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જીએસટી વિભાગ આગામી સમયમાં પણ અન્ય પેટ્રોલપંપો પર દરોડા કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch