Sat,16 November 2024,10:30 am
Print
header

GST SCAM- રૂ.65.68 કરોડના બોગસ બિલિંગમાં અનંત શાહની ધરપકડ, જાણો કંઇ રીતે આચરાયું આ કૌભાંડ- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં વધુ એક જીએસટી બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં સ્ટેટ જીએસટી વિભાગ-1 દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના આશ્રમ રોડ પરની જે.કે.ટ્રેડર્સ, માણેકચોકની રિવાન ક્રિએશન, રતનપોરની ગાયત્રી કોર્પોરેશન જેવી કંપનીઓને આધારે આરોપીએ 65.68 કરોડ રૂપિયાના બોગસ બિલો બનાવ્યાં હતા.જેમાં અનંત શાહ હવે જીએસટી વિભાગના હાથે ઝડપાઇ ગયો છે.

આરોપી અનંત અશોક શાહે બોગસ પેઢીઓ બનાવીને તેમાં સ્ટીલ, કેમિકલ, ઓઇલ અને બુલિયનના બિલ બનાવ્યાં હતા અને કંપનીઓમાં ધંધો કર્યાં વગર નાણાંની હેરાફેરી કરી હતી. આશ્રમ રોડ પરની તેની ઓફિસમાં દરોડા કરતા ત્યાંથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ, ડિઝિટલ સામગ્રી અને અન્ય ડેટા જપ્ત કરાયો હતો, તેની તપાસ કરતા સામે આવ્યું હતુ કે આ એક મોટું કૌભાંડ છે, જેમાં 65.68 કરોડ રૂપિયાની વેરાશાખા પાસઓન કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. 

જીએસટીના એક અધિકારીએ જણાવ્યું છે કે આ કેસમાં જો ઉંડી તપાસ કરાશે તો જીએસટી બિલિંગ કૌભાંડનો આંકડો હજુ વધી શકે છે, અનંત શાહની સાથે અન્ય કેટલા કૌભાંડીઓ જોડાયેલા છે તેની પણ તપાસ કરાઇ રહી છે, હાલમાં તો અનંત શાહે તેના કર્મચારીઓના નામે જ બોગસ પેઢીઓ ઉભી કરી હોવાનું સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch