Fri,15 November 2024,8:00 pm
Print
header

ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોનાં મોત- Gujarat Post

ત્રણ કોન્ટ્રાકટરો સામે માનવવધનો ગુનો કરાયો દાખલ  

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા એસ્પાયર -2 નામના બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે લિફ્ટ તૂટી પડતા 7  શ્રમિકોનાં મોત થઇ ગયા છે. એસ્પાયર- 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક મજૂરો ઘોઘંબાના  રહેવાસી હતા, તેઓ અહી કામ કરતા હતા, અચાનક લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા, હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જના અધિકારીના જણાવ્યાં આ બાબતે અમને કોઈ જાણ કરવામાં આવી ન હતી પરંતુ મીડિયા મારફતે અને મિત્રો દ્વારા માહિતી મળતા તેઓ અહીં દોડી આવ્યાં હતા.

બિલ્ડિંગની લીફ્ટ તૂટી પડતા 8 લોકો તેમાં નીચે પટકાયા હતા, જેમને બચાવવા આસપાસની બિલ્ડિંગના લોકો પહોંચી ગયા હતા પરંતુ તેમાંથી એકને જ બચાવી શકાયો હતો. કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 7 મજૂરોના મોત થઇ ગયા હતા. એક મજૂરની હાલત ગંભીર છે. 13માં માળેથી આ  લિફ્ટ નીચે પટકાઇ હતી. હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામનાર શ્રમિકોનાં નામ

1. અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
2. સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
3. જગદીશભાઈ રમેશભાઈ નાયક
4. રાજમલ સુરેશભાઇ ખરાડી
5. મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
6. પંકજભાઇ શંકરભાઇ ખરાડી
7. મુકેશભાઇ 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch