Fri,15 November 2024,2:49 pm
Print
header

અમદાવાદની સનસનીખેજ ઘટના, હોસ્પિટલના કબાટમાંથી મળી યુવતીની લાશ, બેડ નીચેથી તેના માતાનો મૃતદેહ મળ્યો

માતા-પુત્રીની હત્યા કરાયાની આશંકા, પોલીસ પહોંચી ઘટના સ્થળે

અમદાવાદઃ શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કર્ણ નામની ખાનગી હોસ્પિટલમાંથી બે લાશો મળી આવી છે, ઓપરેશન થિયેટરમાં આવેલા એક કબાટમાંથી 27 વર્ષીય ભારતી વાળાની લાશ મળી છે, જ્યારે એક બેડ નીચેથી ભારતીના માતાની લાશ મળી છે. પોલીસે હોસ્પિટલ પહોંચીને કેસની તપાસ શરૂ કરી છે.

ચર્ચાઇ રહ્યું છે કે કોઇ ઇન્જેક્શન આપીને આ બંનેની હત્યા કરવામાં આવી હશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભારતીએ છ મહિના પહેલા કોઇ કારણસર પતિનું ઘર છોડી દીધું હતુ, અને તે માતા સાથે રહેતી હતી, આ હોસ્પિટલમાં ભારતીના પતિ લક્ષ્મણનો સંબંધી મનસુખ કામ કરે છે. મૃતકના પરિવારનું કહેવું છે કે ભારતી અને તેની માતા બંને એલજી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા, ત્યાર બાદ તેઓ ઘરે જ નથી આવ્યાં, અને હવે કર્ણ હોસ્પિટલમાં તેમની લાશો મળી છે, જ્યાં તેમનો સગો મનસુખ કામ કરતો હતો, પોલીસે મનસુખની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

આ હોસ્પિટલ ડો.અર્પિત શાહની હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સ્ટાફે જ્યારે આ કબાટ ખોલ્યું તો તેઓ ચોંકી ગયા હતા, કબાટમાંથી પહેલી લાશ અને બાદમાં એક બેડ નીચેથી બીજી લાશ મળી હતી. હાલમાં પોલીસે આ કેેસની તપાસ શરૂ કરી છે, હોસ્પિટલના સીસીટીવી કેમેરા બંધ હોવાથી આસપાસના કેમેરાની તપાસ થઇ રહી છે, સ્ટાફની પણ પૂછપરછ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch