Mon,18 November 2024,11:32 am
Print
header

લંપટ પતિ...ત્રીજી યુવતી સાથે લગ્ન કરવાનો પ્લાન કરતા પહેલાં જ ભાંડો ફૂટ્યો, જાણો બે પત્નીઓને કેવી રીતે ફસાવી ?

અમદાવાદઃ પોતાની સાચી ઓળખ છૂપાવીને યુવતીઓને ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ખોટું નામ ધારણ કરીને ત્રીજા લગ્ન કરવા જનાર લંપટ પતિનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપી ત્રીજીવાર લગ્ન કરવા જતાં યુવતીએ પ્રથમ પત્નીને હકીકત જણાવતા પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી, યુવક ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો.પરંતુ ત્રીજા લગ્ન કરે તે પહેલાં જ લંપટ પતિનો અસલી ચહરો તેની પત્ની સામે આવી જતા પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી,  પતિની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા મૂળ જૂનાગઢના રાધાબેને પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, 14 ડિસેમ્બર 1999ના રોજ રાજેશે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેમની સાથે લગ્ન કર્યાં હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. જે બાદ લંપટ પતિ રાજેશે ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની પોતાનાથી 10 વર્ષ નાની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. 

ત્રીજી યુવતીને ફસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં જબલપુરમાં રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર રાજેશે ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો હતો. આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી.ત્રીજી યુવતી સાથે લગ્ન કરવાનો પ્લાન કરે તે પહેલાં જ પતિ રાજેશની આ હરકત સામે આવી ગઇ હતી. 

પોલીસ તપાસમાં રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું હતું. ટ્રાન્સપોર્ટના વેપારના નામે તે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. જેને આધારે પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આરોપી રાજેશે અન્ય ઘણી યુવતીઓને ખોટા ડોક્યુમેન્ટને આધારે પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કર્યાં હોઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch