Sun,17 November 2024,5:58 pm
Print
header

પતિ પત્ની ઔર વોઃ પતિની અડધી રાત્રે આંખ ખુલી અને પત્ની પલંગ પર ન દેખાતા..

અમદાવાદ: શહેરના ઇસનપુરમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિની અડધી રાત્રે આંખ ખુલી ત્યારે તેને જોયું કે પત્ની પલંગ પર ન હતી, પત્ની અડધી રાત્રે ગાયબ થઇ જતા આસપાસ શોધખોળ કરતા પત્ની મળી ન હતી. પતિ ચિંતામાં આવી ગયો હતો, બાદમાં તેને શંકા હતી કે દાણીલીમડામાં રહેતા અફઝલ શેખ સાથે તેની પત્નીના આડા સંબંધ છે. જેથી આ યુવક તેની પત્નીને શોધવા માટે અફઝલના ઘરે ગયો હતો. તેની પત્ની પ્રેમીના ઘરેથી જ મળી આવી. પત્નીને લઈને પતિ નીકળ્યો તો અફઝલ રોડ પર આવીને બબાલ કરવા લાગ્યો હતો. પ્રેમીકાને નહીં લઈ જવાનું કહીને તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો.પતિની છાતીમાં ઘા કરીને અફઝલ પ્રેમીકાને લઈને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

પતિને અફઝલે છરી ના ઘા છાતીમાં મારી દીધા હતા. શરીરના અન્ય ભાગે પણ યુવકને છરી ના ઘા વાગી જતા તે રોડ પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.યુવકની પત્ની તેને આવી હાલતમાં મુકીને પ્રેમી અફઝલ સાથે ભાગી ગઇ હતી. યુવકે જાતે જ 108ને ફોન કર્યો હતો અને તેને એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. નોંધનિય છે કે ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની પત્ની અને તેના પ્રેમીએ તેની સામે આ ષડયંત્ર ઘડ્યું હતુ. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch