Sat,16 November 2024,4:24 pm
Print
header

અમદાવાદ IIMના 34 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ મચ્યો- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતા હડકંપ મચી ગયો છે, ગુજરાતમાં મંગળવારે રેકોર્ડબ્રેક 17,119 કેસ નોંધાયા હતા, કોરોનાના સૌથી વધુ 5,998 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદના IIMના એક સાથે 34 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. અગાઉ પણ IIMમાં એક સાથે 60 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સંક્રમણને પગલે અન્ય લોકોને IIMમાં પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવાયા છે.

IIM કેમ્પસમાં તાત્કાલિક સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં 117 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને અગાઉ વેક્સિનનો ડોઝ લીધો હતો.રાજ્યમાં મંગળવારે કોરોનાનાં 17,119 કેસ નોંધાયા છે. કોરોનાના 7883 દર્દીઓ જ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેને પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 90.61 ટકાએ પહોંચી ગયો છે. હાલમાં કુલ 79600 એક્ટિવ કેસ છે. જે પૈકી 113 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 79487 સ્ટેબલ છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશન 1, વલસાડ 1, સહિત કુલ 10 લોકોનાં મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણથી ચિંતાઓ વધી છે, નાગરિકોને પણ અપીલ છે કે તેઓ માસ્ક ચોક્કસથી પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch