Sat,21 September 2024,8:13 am
Print
header

BIG NEWS- ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય સહિત 6 લોકોની અટકાયત, 9 લોકોનો ભોગ લીધો

અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, કારમાં સવાર 3 યુવતીઓની અટકાયત કરી છે. સમગ્ર મામલે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બનીને કાર્યવાહી શરૂ કરી છે. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોનાં મોતથી પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. આ અકસ્માતમાં 11 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે.

રાત્રે ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને મહેન્દ્રા થારનો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ સમયે પૂર ઝડપે આવેલી લક્ઝ્યૂરિયર્સ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને હવામાં ફગોળ્યાં હતા.અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત 9 લોકોનાં મોત થયા છે. જ્યારે 12 ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયા છે. કાર સ્પીડ 150ની આસપાસ હોવાનું કહેવાય છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજના તમામ કાર્યક્રમો રદ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા પહોંચ્યાં હતા. હર્ષ સંઘવી જણાવ્યું હતું કે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પર ગુનો દાખલ કરવામાં આવશે.

આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજે જ RTO નો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

સોલા હોસ્પિટલ ખાતે પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલ સામે પરરિવારજનોએ બે હાથ જોડીને ન્યાયની માંગ કરી છે. મંત્રી ઋષિકેશ પટેલ પાસે તો અમારી એટલી જ માગ છે કે કોઈ પણ હિસાબે અમને અમારો ન્યાય મળવો જોઈએ. વળતરની અમારે જરૂર નથી. અમારે કોઇ પૈસા જોઇતા નથી, અમે સરકારને ફંડ આપવા તૈયારી છીએ. ચાર નહીં આઠ લાખ રૂપિયા આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભૂખ્યા નથી, અમને તો ન્યાય જ જોઈએ. નોંધનિય છે કે સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch