Sun,17 November 2024,12:35 am
Print
header

અમદાવાદઃ માણેકચંદના ડિલર મુસ્તફા શેખને ત્યાં ઇન્કમટેક્સના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી આવી શકે છે સામે

અમદાવાદના અનેક મોટા માથા આઇટીની રડાર પર 

અમદાવાદઃ દિવાળી પછી ફરીથી ઇન્કમટેક્સ વિભાગ સક્રિય છે, રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરીથી અમદાવાદમાં મોટી રેડ થઇ છે, માણેકચંદ ગુટખાના મોટા ડિલર મુસ્તફા શેખને ત્યાં ઇન્કમટેકસ વિભાગે દરોડા કર્યાં છે. આઇટીના અધિકારીઓની જુદી જુદી ટીમો દ્વારા 14 જેટલા સ્થળો પર રેડ પાડવામાં આવી છે. 

આઇટીની જુદી જુદી ઓફિસોના અધિકારીઓ આજની મોટી રેડમાં જોડાયા છે, આશ્રમ રોડ, પાલડી, કાલુપુર સહિતના સ્થળોએ મુસ્તફા અને તેમના ભાગીદારોની ઓફિસો, રહેણાંક વિસ્તારોમા આઇટીએ દરોડા કર્યાં છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે, હાલમાં અધિકારીઓ દ્વારા રેડની કાર્યવાહી ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch