Sun,17 November 2024,4:32 pm
Print
header

દરિયાપુર મનપંસદ જુગારધામ દરોડા મામલો, DGP એ 14 પોલીસકર્મીઓને કર્યાં સસ્પેન્ડ

દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ, ડી સ્ટાફ પીઆઇ અને ડી સ્ટાફના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરિયાપુરમાં દરોડા પાડવામાં આવ્યાં હતા

પોલીસ કમિશનરે પીસીબીના નવ પોલીસ કર્મચારીઓની શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી પણ કરી નાખી

અમદાવાદઃ દરિયાપુર વિસ્તારમાં સૌથી મોટી મનપસંદ જુગાર ક્લબ રેડ મામલે ડીજીપી આશિષ ભાટીયાએ મોટી કાર્યવાહી કરી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, ડી સ્ટાફ પીએસઆઇ અને ડી સ્ટાફના તમામ સ્ટાફને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. દરિયાપુરમાં અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી જુગાર ક્લબ પર રેડ પાડવામાં આવી હતી, જેમાં ત્રણ માળની બિલ્ડીંગ સહિત આસપાસની બિલ્ડીંગમાં જુગાર રમાડવામાં આવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો અને 175 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે નવાઇની વાત એ હતી કે આ જુગારધામ સામે દરિયાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી જ ન હતી, જુગારધામમાં પોલીસની આડકતરી સંડોવણી બહાર આવી હતી. તપાસને અંતે તમામ રિપોર્ટને આધારે દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય આર જાડેજા, ડી સ્ટાફ પીએસઆઇ કે સી પટેલ અને ડી સ્ટાફના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. 

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીસીબી એટલે પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાંચના 9 કર્મચારીઓ સામે બેદરકારી બદલ ગંભીર નોંધ લઇને તમામને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધા છે કારણ કે અમદાવાદ શહેરમાં દારૂ અને જુગાર જેવી બાબતોને કાબુમાં રાખવી તે પીસીબીની મહત્વની જવાબદારી ગણાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch