Sun,17 November 2024,11:22 am
Print
header

જુહાપુરામાં સંતાન પ્રાપ્તિ ન થતા ભુવાએ કહ્યું તું મારી સાથે સંબધ રાખીશ તો..

અમદાવાદઃ સંતાન પ્રાપ્તિ માટે પરિણીતા પાસે ભુવાએ શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ભુવો બ્લેકમેઈલ કરતો હોવાથી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ પણ નોંધી છે.

જુહાપુરા વિસ્તારમાં રહેતી એક પરણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરી હતી અને કહ્યું કે હોટલમાં જઇને તારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. ભુવાએ સાથે શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો ગરમાયો છે. 

પરણીતાએ ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓએ યુવતીના ઘરે આવીને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી પરણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભુવા ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 

જુહાપુરાની આ યુવતીના લગ્નને 13 વર્ષ થયા છે. લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહીં થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને દતક લીધી હતી. આ દપંતી ભુવા ઇમ્તિયાઝ હુસૈન શેખના સંપર્કમા આવ્યું હતુ તેની પાસે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને ઘરે બોલાવીને સંતાન પ્રાપ્તિનો પ્રોબ્લેમ જણાવ્યો હતો. યુવતીની વાત સાંભળીને ભુવાએ જણાવ્યું કે તારે બાળકો ન થતા હોય તો બીજા પુરૂષ સાથે સંબધ રાખશે તો બાળકો થશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch