Sun,17 November 2024,7:04 pm
Print
header

લાંછન, અનૈતિક સંબંધોથી જન્મેલી નવજાત બાળકીની માતાએ હત્યા કરીને તેને કચરાનાં ડબ્બામાં ફેંકી દીધી

અમદાવાદઃ એલીસબ્રિજ વિસ્તારમાં ફેબ્રુઆરી 2021ના રોજ બનેલી ઘટનામાં નવો ખુલાસો થયો છે અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા પછી બાળકીને જન્મ આપીને એક મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરીને લાશને કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફેંકી દીધી હતી. કચરાની ગાડીમાંથી મળેલા નવજાત બાળકીના મૃતદેહ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે એક મહિલાની ધરપકડ કરી છે.  કોચરબગામમાં આવેલા ઠાકોરવાસમાં રાઠોડ ભુવન નામનાં મકાનમાં ભાડેથી રહેતી શિવાની અંજબસિંગ શ્રીવાસ્તવની ધરપકડ કરાઇ છે. જે મહિલાએ બાળકીનુ ગળુ દબાવીને મારીને કચરાની પેટીમાં ફેંકી દીધી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI જે.એન ચાવડા અને PSI એ.પી જેબલીયા તેમજ એસ.પી ગોહિલની ટીમે કોચરબ વિસ્તારમાં અલગ અલગ સીસીટીવીની તપાસ કરી હતી. ASI વિજયસિંહ અને અન્ય પોલીસ કર્મીઓએ બાતમીને આધારે મૂળ ઉત્તર પ્રદેશની શિવાની અજબસિંગ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી પોલીસને ગર્ભવતી હોવાના કાગળો મળી આવ્યાં હતા આરોપી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા તે યુપીમાં પોતાના સાસરિયાઓ સાથે રહેતી હતી. પતિ અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી 6 મહિના પહેલા જ તે અમદાવાદ રહેવા આવી હતી. ત્યારે મહિલાને અનૈતિક સંબંધોથી આ બાળકી જન્મી હોવાની જાણ પતિને થતા ઝધડો થયો હતો. શિવાનીને ગર્ભ રહેતા પાલડી ખાતેનાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ મેડિકલ ચેકઅપ સેન્ટરમાં તેની સારવાર ચાલતી હતી. જે દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, તે દિવસે શિવાનીના પતિને 24 કલાકની નોકરી હોવાથી તે ઘરે નહોતો આવ્યો. શિવાનીએ જન્મ આપેલી બાળકી અનૈતિક સંબંધો જન્મી હોવાથી પતિ તેને સ્વીકારશે નહી અને પોતાને પણ ઘરમાંથી કાઢી મુકશે તેવું વિચારીને પોતાની બાળકીનુ ગળુ દબાવીને મારી નાખી હતી. આખી રાત લાશને પ્લાસ્ટિકમાં પેક કરી બાથરૂમમાં મૂકી દીધી હતી. સવારે પતિ આવે તે પહેલાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવી હતી તેમાં ફેંકી દીધી હતી.આ મામલે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ક્રાઈમબ્રાંચે હત્યારી માતાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch