Sat,21 September 2024,5:54 am
Print
header

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, 2 લોકોનાં મોત થઇ ગયા

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના મોત થયા છે. આ અકસ્માતની પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરીને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કેલનપુર પાસે પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના મોત થયા છે. એક્ટિવા પર સવાર મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની બંને યુવકો વડોદરાના હતા. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે ગઈકાલે અમદાવાદના બાવળા-બગોદરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કપડવંજના સુણદા ગામના 16 જેટલા લોકો ચોટીલા દર્શન કરીને પરત જઇ રહ્યાં હતા, ત્યારે એક પંચર થયેલી ટ્રક રોડની બાજુમાં ઉભી હતી ત્યારે છોટા હાથી તેના પાછળના ભાગે સ્પીડમાં ઘૂસી ગયો હતો, જેથી આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યાં હતા, 10 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch