Sat,16 November 2024,10:26 pm
Print
header

અમદાવાદમાં ઓમિક્રોનને પહોંચી વળવા ખાનગી હોસ્પિટલમાં 2100 બેડ તૈયાર કરાયા

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ગુજરાતમાં પણ પહોંચી ગયો છે. દેશમાં આ ખતરનાક વેરિયન્ટના કુલ 23 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર વખતે દેશભરમાં ઉભી થયેલી બેડ, ઓક્સિજનની અછતના કારણે ઓમિક્રોન વકરે અને તેવી હાલત ન થાય તે માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગોતરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)ના પ્રેસિડેન્ટ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે શહેરમાં કોવિડ-19 પેશન્ટ માટે 2150 બેડ તૈયાર છે. જે પૈકી મોટાભાગના હાલ અન્ય દર્દીની સારવાર માટે ઉપયોગમાં છે. પરંતુ તેઓ ક્રિટિકલ કેર અને ઓક્સિજન સપ્લાઈથી સજ્જ છે. ટૂંક સમયમાં આ બેડની સંખ્યા 6000 સુધી લઈ જવાશે. મોટાભાગની હોસ્પિટલ્સમાં ટ્રેઇન્ડ હ્યુમન રિસોર્સીસ છે. શહેરની હોસ્પિટલોએ બીજી લહેર ધીમી પડ્યા બાદ ઓક્સિજન કેપિસિટી અથવા લિક્વિડ ઓક્સિજન ટેંકની સુવિધા પણ કરી છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેંટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના અપાઈ છે.હાલ આ માટે બેડ તૈયાર છે અને જરૂર પડશે તો બીજા બેડની હોસ્પિટલમાં ઉભા કરવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ સહિતનું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch