Sun,17 November 2024,1:24 pm
Print
header

બિમારીની પાણીપુરી ! અનેક સ્ટોલ પર ખોરાક-ઔષધ નિયમન તંત્રના દરોડા, 1500 કિલો મસાલો, 1335 લિટર પાણી ફેંકી દેવાયું

અમદાવાદઃ કોરોનાની બિમારીની વચ્ચે ચોમાસામાં હવે પાણીપુરીની લારીઓ અને દુકાનો પરથી પણ લોકો બિમાર થઇ રહ્યાં છે, જેથી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આજે અનેક જગ્યાએ દરોડા કર્યાં હતા. અનેક સ્થળોએ ગંદકી જોવા મળી હતી. ઘણા સ્થળોએ અખાદ્ય પાણીપુરી, બટાટાનો મસાલો અને પાણીનો નાશ કરવામાં આવ્યો અને વેપારીઓને મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં 4000 જેટલા પાણીપુરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા.1500 કિલો અખાદ્ય બટાટાનો મસાલો, 1335 લિટર પાણીપુરીનું પાણી અને અન્ય ચીજ વસ્તુ સહિત કુલ એક લાખથી વધારેની કિંમતના માલનો નાશ કરવામાં આવ્યો છે.

636 જેટલા શંકાસ્પદ નમુના પણ લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.તંત્ર દ્વારા લોકોને ખાસ કરીને મહિલાઓને અપીલ કરવામાં આવી છે કે ગંદકી હોય ત્યાં પાણીપુરી ન ખાવી જોઇએ કારણ કે હાલમાં ચોમાસાની સિઝનમાં અખાદ્ય પાણીપુરી બિમારી નોતરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch