Sat,16 November 2024,4:06 am
Print
header

પરિચિતના ઘરે ગયેલી દીકરી પર દુષ્કર્મ, ટેટુ રીમુવ કરાવાના બહાને નરાધમ હોટલમાં લઈ ગયો હતો- Gujarat Post

દીકરીને પરિચિતના ઘરે મુકીને માતા પિતા બહાર ગામ ગયા હતા

ટેટુ રીમુવ કરાવવાનું કહીને દીકરીને નરાધમ હોટેલમાં લઈ ગયો

હોટેલમાં દીકરીને લાફો મારીને દુષ્કર્મ આચર્યું અને વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

અમદાવાદઃ પરિચિત પર ભરોસો રાખીને પુત્રીને તેમના ઘરે મુકીને માતા પિતા બહાર ગામ ગયા હતા, સગીર વયની દીકરીને તેનો પરિચિત ટેટુ કઢાવવાનું કહીને હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં આ વ્યક્તિને સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેનો વીડિયો બનાવ્યો હતો. જો આ વાત કોઇને જણાવીશ તો વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. સગીરાના પિતાને જાણ થતા તેમને પોલીસ ફરિયાદ કરી છે.ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાના માતા-પિતા ધાર્મિક કામે બહાર ગામ ગયાં હતાં. તેમની દીકરી ઘરે એકલી હોવાથી રાત્રે સુવા માટે પરિચિત ભંવરલાલ નામના વ્યક્તિને કહ્યું હતું. માતા પિતા ઘરે પરત ફરતા દીકરીની તબીયત સારી ન હોવાથી પિતાએ પુછ્યું તો તેને સમગ્ર વાત જણાવી હતી.

સગીરા ભંવરલાલ સાથે ગળા તથા હાથના ટેટુ કઢાવવા માટે ગઈ હતી. નરાધમ તેને CTM ખાતે હોટેલમાં લઈ ગયો હતો. ભંવરલાલે સગીરાને લાફો મારીને બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતુ, તેને વીડિયો પણ ઉતાર્યો હતો. જો આ વાત કોઇને જણાવીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ તેવી ધમકી આપી હતી.

આરોપી ભંવરલાલે સગીરાને એવી પણ ધમકી આપી હતી કે મારી સાથે મહિનામાં બે વાર શારીરિક સંબંધ બાંધવા નહીં આવે તો વીડિયો વાયરલ કરીને તને બદનામ કરી નાખીશ. ભંવરલાલના આવા વર્તનથી કંટાળીને સગીરાએ દવા પી લીધી હતી. પરંતુ સારવાર મળી જતા તે બચી ગઈ હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch