Sun,17 November 2024,2:07 pm
Print
header

શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી બેકાર છે ! પીરાણા-વાસણા રોડ પર ગંદકીના ઢગ

પીરાણા વાસણા રોડ પર અન્ય ડમ્પીંગ સાઇડ બની જતા ગંદકીના ઢંગ

પીરાણાની ડમ્પીંગ સાઇટ પર કેટલાંક કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો નખાય છે  

નારોલથી વાસણા જતા રસ્તા પર બની ગઇ છે અન્ય ડમ્પીંગ સાઇડ

ગેરકાયદેસર રીતે કચરો ફેંકવામાં આવતા રસ્તા પરથી પસાર થતા લોકોમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સરકાર દાવો કરી રહી છે કે શહેરીજનોને સુખાકારીની સુવિદ્યા આપવામાં આવી છે. જેમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા કઇક અલગ છે.  સૌથી સ્વચ્છ શહેર હોવાનો દાવો અમદાવાદ માટે કરવામાં આવે છે પણ અમદાવાદ શહેરમાં ગંદકી અને કચરાના ઢગ સામાન્ય બની ગયા છે. પીરાણા રોડ પર જ અન્ય સ્થળે કેટલાંક કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર કચરો ઠાલવવામાં આવતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે. ત્યાંથી પસાર થતા લોકો પરેશાન થઇ રહ્યાં છે.

અમદાવાદ શહેરનો તમામ કચરો પીરાણા ડમ્પીંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે.જો કે છેલ્લાં ઘણા સમયથી પીરાણા વાસણા રોડ પર અન્ય એક ડમ્પીંગ સાઇટ બની ગઇ હોય તેમ કચરો ઠાલવવામા આવી રહ્યો છે. જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે રાતના સમયે કેટલાંક લોકો નિયમિત રીતે અહીંયા કચરો ઠાલવી જાય છે. સ્વચ્છ ગણાતા અમદાવાદ શહેરમાં જ આ હાલ છે તો અન્ય શહેરોની સ્થિતિ તો ખૂબ જ ચિંતાજનક છે. માત્ર પીરાણા વાસણા રોડ પર જ નહીં પણ અમદાવાદમાં અનેક સ્થળોએ આ પ્રમાણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. વિજય રૂપાણી સરકારે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવાને બદલે શહેરીજનો માટે કરવામાં આવતી કામગીરીમાં સુધારો કરવાની જરૂર છે. ગંદકીને કારણે પ્રદુષણ થઇ રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch