Fri,15 November 2024,11:14 pm
Print
header

અમદાવાદના ગોતામાં પોલીસકર્મીએ પત્ની અને 3 વર્ષની બાળકી સાથે 12માં માળેથી ઝંપલાવ્યું- Gujarat Post

ફાઇલ ફોટો 

IPS અધિકારીઓ બહુ રૂપિયા ખાય છે, ગ્રેડ પે મળે તે અંતિમ ઇચ્છાઃ સ્યૂસાઇડ નોટમાં લખ્યું

 

પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત

દિવા હાઈટ્સ બિલ્ડીંગ પરથી મોડી રાત્રે કર્યો આપઘાત

વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો આપઘાત

કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત

અમદાવાદઃ ગોતા વિસ્તારના દિવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મીએ પત્ની અને 3 વર્ષની બાળકી સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ સોલા પોલીસને થતા સ્થળ પર જઇને આ અંગે તપાસ હાથ ધરી રહી છે.

3 વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ

સોલા પોલીસે તપાસ હાથ ધરી

સ્થાનિકોના જણાવ્યાં અનુસાર આ પરિવાર ભાવનગર સિહોરનો વતની છે, તેઓ ત્રણ વર્ષથી અહીં રહેતા હતા. તેમના પિતા ભાજપ કાર્યકર્તા છે. મંગળવારે રાતે અંદાજે 1.13 લાગ્યે પહેલા મહિલા નીચે કૂદી પડ્યાં હતા, બાદમં બાળકી સાથે પોલીસકર્મીએ નીચે છલાંગ લગાવી હતી. આપઘાત પાછળના કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે, આ પરિવારના આપઘાતથી તેમના પરિવારના બીજા સભ્યો પણ અહીં પહોંચ્યાં છે. પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch