Fri,01 November 2024,7:09 pm
Print
header

રાહુલ ગાંધીએ ખેેડૂતોને રીજવવા કર્યાં અનેક વાયદા, અમે દરેક ખેડૂતોનું દેવું માફ કરીશું, 10 લાખ યુવાનોને રોજગાર આપીશું- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓએ પોતાની પાર્ટીની જીત માટે અનેક વાયદાઓ કરીને લોકોને રીજવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP,  RSS અને મોદીએ બનાવી છે. પરંતુ સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતા. સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે, અને જે વસ્તુ માટે સરદાર જીવ્યાં તેમના વિરુધ્ધમાં જ આ લોકો કામ કરે છે. ભાજપે 3 કાળા કાયદા લાવીને ખેડૂતોના હક છીનાવ્યાં હતા, જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યાં. આજે સરદાર પટેલ હોત તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગપતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું. 

સરદાર વિના અમૂલ ઉભી ન થઇ હોત, એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે, બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.કોંગ્રેસે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યાં છે. ગુજરાતમાં પણ અમે દરેક ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે. શું સરકારે કોઈ વળતર આપ્યું છે ? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખ રૂપિયાનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું. 

ગુજરાતમાંં ગરીબ હાથ જોડીને થોડી જમીન માંગે તો કંઇ નથી મળતું. ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે. લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ.ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે. નાના વેપારીઓની કોઈ મદદ થતી કરતુ, GSTથી નુકસાન છે છતાં GST ભરવો પડે છે. દેશના મોટા 4 થી5 ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે.એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ આ ઉદ્યોગપતિઓ પાસે છે. તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch