Sun,17 November 2024,5:19 pm
Print
header

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, અનેક જગ્યાઓએ ભરાયા પાણી

અમદાવાદઃ ભારે ગરમીમાંથી શહેરના લોકોને રાહત મળી છે સાંજના 7 વાગ્યા પછી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ વરસ્યો છે, અમદાવાદ શહેરના ગોતા, ચાંદલોડિયા, એસજી હાઇવે, નારણપુરા, જીવરાજપાર્ક, મણીનગર, નરોડા, વસ્ત્રાલ, સેટેલાઇટ, સરખેજ, બોડકદેવ, પંચવટી સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. 

સાંજના સમયે વરસાદની શરૂઆત થતા જ અવરજવર કરી રહેલા અનેક વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે ખાસ કરીને શહેરના અંદરના વિસ્તારો અને એસજી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સતત વીજળીના કડાકા થતા લોકોમાં પણ ડરનો મોહાલ જોવા મળ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch