Sun,17 November 2024,6:57 am
Print
header

અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં સુધારો, ટોચના આઠ શહેરોમાં બીજા ક્રમે

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

અમદાવાદઃ કોરોનાની અસર હળવી થતાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત માંગ અને સૌથી ઓછી વેચાયેલી ઈન્વેન્ટરીને કારણે નવી હોમ લોન્ચ અને વેચાણને વેગ મળ્યો છે.ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અમદાવાદ માર્કેટમાં હોમ લોન્ચ 193 ટકા વધીને 4257 પર પહોંચી ગયું છે. નાઇટ ફ્રેંક ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે સમાનગાળામાં શહેરમાં 1716 હોમ લોન્ચિંગ થયા હતા.

હોમ લોન્ચિંગના સર્વોચ્ચ ગ્રોથમાં અમદાવાદ દેશના ટોચના આઠ શહેરોમાં બીજા સ્થાને રહ્યું હતુ. હૈદરાબાદમાં આ સમયગાળા દરમિયાન હોમ લોન્ચમાં 650 ટકાનો ઉછાળો આવ્યો હતો. ક્વાર્ટરમાં હાઉસિંગ યુનિટ વેચાણની દ્રષ્ટિએ અમદાવાદ એકદમ છેલ્લે રહ્યું હતું. અમદાવાદમાં ક્વાર્ટર દરમિયાન મકાન વેચાણ 37 ટકા વધીને 1607 યુનિટ થયું હતું, જે ગત વર્ષે સમાનગાળામાં 1176 યુનિટ હતું. રિયલ એસ્ટેટ ડેવલપર્સના મુજબ જણાવ્યાં અમદાવાદીઓમાં ઘરનું ઘર, મોટું મકાન, ઓછી કિંમત અને એકદમ ઓછા વ્યાજદરને કારણે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં વધારો થઈ રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch