Sun,17 November 2024,6:14 pm
Print
header

ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ

રીપીટર વિદ્યાર્થીઓ સહિત 10 થી 12 લાખ લોકો પરીક્ષા સેન્ટર પર એકઠા થાય તો કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઝડપથી આવી શકે તેવી દલીલ

રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરવા માટે અથવા તમામ વિદ્યાર્થીઓનું વેક્સીનેશન થાય ત્યારબાદ પરીક્ષા યોજવા માટે રજૂઆત

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઇને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કર્યું છે. જો કે રીપીટર્સની પરીક્ષા નિયમિત રીતે લેવાનું નક્કી કરાયું છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે કે રીપીટર્સની ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરવામાં આવે અને તમામને મેરીટને આધારે પરિણામ આપવામાં આવે.વાલી મંડળ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે પરીક્ષાના આયોજનમાં 10 થી 12 લાખ લોકો જોડાશે. જેથી કોરોનાનું જોખમ વધી શકે છે. 

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં આ પીઆઇએલ ફાઇલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કોવિડની ત્રીજી લહેરની સંભાવના વધી જશે જેથી વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાશે. માટે ગુજરાત સરકારે આ માટે યોગ્ય નિર્ણય લેવો જરુરી છે. આગામી સત્રમાં વિદ્યાર્થીઓને ફીમાં 25 ટકાને બદલે 50 ટકા રાહત આપવામાં આવે તેવી પણ માંગ છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે અથવા આવકમાં ઘટાડો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch