Sun,17 November 2024,6:55 am
Print
header

અમદાવાદઃ સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને પત્નીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન

મૃતક યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા 

અમદાવાદઃ સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં પ્રોફેસર અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. પતિને કિડનીની બીમારી અને પત્નીને કેન્સરની બીમારી હતી. પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં હતા પણ બીમારીમાં કોઈ રાહત ન મળતાં તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતુ.

સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે યોગેન્દ્ર વ્યાસ અને તેમના પત્ની અંજના વ્યાસે આત્મહત્યા કરી હતી.યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને હાલમાં તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા.અંજનાબેન હાઉસ વાઈફ હતા, બંનેએ આત્મહત્યા કરી લેતા પરિવાર આઘાતમાં છે. આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી.

સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અમે બંન્ને બીમારીથી પીડાઇ રહ્યાં છે. અમે તંદુરસ્ત થવા માટે યોગ, પ્રાણાયામ કર્યાં, પરંતુ કોઈ પરિણામ ન મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. મૃતક વૃદ્ધ દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અમદાવાદમાં જ ક્લિનિક ચલાવે છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch