Sat,16 November 2024,8:06 pm
Print
header

વાલીઓની ચિંતા વધી, અમદાવાદની આ 2 સ્કૂલોના 4 વિદ્યાર્થીઓ આવ્યાં કોરોના પોઝિટિવ- Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં સ્કૂલોની શરૂઆત થઇ ગઇ છે અને બાળકો માટે કોરોના વેક્સીન હજુ સુધી આવી નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના બાળકોને ઝપેટમાં લઇ રહ્યો છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. અમદાવાદમાં બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓની ચિંતા વધી રહી છે. 

છારોડીની નિરમા વિદ્યાવિહાર સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધોરણ 2 માં અભ્યાસ કરતી 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારમાં ધોરણ 5, 9 અને 11 ના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ધોરણ 9 અને 11ના બે વિદ્યાર્થીઓ એક પરિવારના છે, પહેલા પિતા કોરોનાથી સંક્રમિત થયા બાદ બાળકો સંક્રમિત થયા છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના સંચાલકોએ ઓફલાઈન વર્ગો 27 ડિસેમ્બર સુધી બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. હાલ તમામ બાળકોની હાલત સ્થિર છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch