Mon,18 November 2024,5:41 am
Print
header

દંપતી મર્ડર કેસઃ ચાર શખ્સો ફર્નિચર કામના ફોટો પાડવાનું કહીને ઘરમાં ઘુસી ગયા પછી..

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારના બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસને જાણવા મળ્યું કે મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં તેની જાણ આરોપીને હતી. ઘરમાં રૂપિયા અને દાગીના હોવાની જાણ આરોપીને હતી, પછી તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો આ પાંચ આરોપીઓમાં રાહુલ કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા, ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજ છે.

ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, ભરત અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો.ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેને લઇને તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. હાલ નાઈટ કર્ફ્યૂ હોવાથી જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે આરોપીઓને જાણ હતી તેઓ સવારે  પહોંચી ગયા અને નીતિન નામના વ્યક્તિએ ડોર બેલ વગાડ્યો અને પછી કહ્યું કે તમારા ઘરમાં જે ફર્નિચરનું કામ ચાલે છે તેના અમારે ફોટો પાડવા છે તેમ કહીને ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા.

મૃતક અશોકભાઇ પટેલ બંગલાના નીચેના રૂમમાં હતા. પહેલા હત્યારાઓએ અશોકભાઈ સાથે ઝપાઝપી કરી તે સાંભળીને જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાંથી નીચે આવ્યાં તો નીતિને તેમના પર હુમલો કર્યો. જેમાં જ્યોત્સનાબેનનું મોત થઇ ગયું હતુ, પહેલા અશોકભાઈનું મોઢુ દબાવતા તેઓ બેભાન થઈ ગયા હતા. નીતિને અશોકભાઈને બાજુમાં રૂમમાં લઈ જઈ છરો ભોંકી દીધો. ત્યાં તેમનું મોત થયું હતું.

જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરી હતી. કાર સીધી બહારના દરવાજામાં અથડાઈ હતી. તેઓ બાઈક લઈને મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આ બાઈક વડોદરાથી ચોરી કર્યું હતું. આ હત્યા કેસ CCTV ફૂટેજથી ઉકેલી લેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch