Sun,17 November 2024,12:32 am
Print
header

અમદાવાદમાં વધુ એક વૃદ્ઘની ક્રૂર રીતે કરાઇ હત્યા, સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસીને કાપ્યું ગળું

અમદાવાદ બન્યું ક્રાઇમ હબ.....વૃદ્ધો નથી સુરક્ષિત

સમલૈંગિક સંબંધોને કારણે હત્યા કરાઇ હોવાની આશંકા 

 

અમદાવાદઃ થોડા દિવસ પહેલાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. અને હવે શહેરમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા કરાઇ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસીને ગળા પર છરીના ઘા મારીને ક્રૂર રીતે હત્યા કરી નાખી છે. ઘરમાંથી સોનાની ચેઇન, મોબાઈલ તેમજ બાઈક ગાયબ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 

સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રહેતા દેવેન્દ્ર રાવત (ઉ.વ 62) નામના સિનિયર સિટિઝનની લાશ લોહીમાં લથપથ પડી હતી.કોઈ અજાણી વ્યક્તિએ દેવેન્દ્રભાઈના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં તેમનું મોત નીપજ્યું હતું.તપાસ કરતાં દેવેન્દ્રભાઈના ઘરમાંથી મોબાઈલ, સોનાની ચેન અને બાઇકની ચોરી થઈ હતી, હાલ આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એવી પણ ચર્ચા છે કે વૃદ્ધના સમલૈંગિક સંબંધોને કારણે હત્યા કરાઇ છે.

15 દિવસ પહેલા ઘાટલોડિયા વિસ્તારમાં 2 નવેમ્બરની સાંજે 11 નંબરના મકાનમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યા કરાઇ હતી, વૃદ્ધ દંપતી એવા દયાનંદ શાનભાગ (ઉં.વ.90) અને તેમનાં પત્ની વિજ્યાલક્ષ્મી (ઉં.વ.80)ની હત્યા મામલે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે અને હવે શહેરમાં વધુ એક હત્યા થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch