Sat,21 September 2024,5:53 am
Print
header

અમદાવાદમાં પૂર ઝડપે આવતી લક્ઝ્યુરિયસ કારે 3 કારને મારી ટક્કર, કાર ચાલક ફરાર

અમદાવાદના શેલામાં કારચાલકે 3 કારને મારી ટક્કર

અકસ્માત બાદ કાર ચાલક ફરાર

એક મહિલા થઇ ઈજાગ્રસ્ત

અમદાવાદઃ થોડા દિવસો પહેલા ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત બાદ હવે વધુ એક અકસ્માત થયો છે. BMW કારના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત બાદ વધુ એક લક્ઝ્યુરિયસ કારે 3 કારને ટક્કર મારતા મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કાર મનોજ અગ્રવાલના નામે હોવાનું સામે આવ્યું

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી

શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે મોડી રાત્રે પૂરઝડપે આવતી હેરિયર કારે અન્ય 3 કારને ટક્કર મારી હતી. કાર ચાલકે ત્રણ કારને અડફેટે લેતા ભારે નુકસાન થયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. અકસ્માત સર્જીને કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે.

GJ 38 BE 9113 નંબરની કારે અકસ્માત કર્યો હતો, તે મનોજ અગ્રવાલના નામે હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતની જાણ  પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch