Mon,18 November 2024,5:56 am
Print
header

આવી રીતે કર્યો વિરોધ, અમદાવાદ મનપાની દક્ષિણ ઝોનની કચેરીમાં જઇને લગ્ન અને જમણવાર કર્યો

સાત મહિના બાદ પણ દાણીલીમડા વોર્ડમાં પાર્ટી પ્લોટનું નિર્માણ ન થતા અનોખો વિરોધ કરાયો

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગ માટે પાર્ટી પ્લોટ બનાવવાની જોગવાઇ કરવામાં આવી હતી. જે માટે જમીન પણ પસંદ કરવામાં આવી હતી. જો કે સાત મહિના બાદ પણ પાર્ટી પ્લોટનું નિર્માણ કાર્ય શરુ ન થતા દાણીલીમડા અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને લગ્ન પ્રસંગ જેવા સામજિક કાર્યક્રમો યોજવા માટે મુશ્કેલી પડી રહી છે. આ મામલે દાણીલીમડાના કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. 

શેહઝાદ પઠાણે જાન લઇે દાણીલીમડાની દક્ષિણ ઝોન કચેરીમાં જઇને એક કપલનો લગ્ન પ્રસંગ યોજ્યો હતો અને એટલું જ નહી જમણવાર પણ કચેરીના પરિસરમાં યોજ્યો હતો. શેહઝાદ પઠાણે જણાવ્યું કે દાણીલીમડા વિસ્તારમાં લગ્ન માટેની કોઇ જગ્યા નથી. ખાનગી હોલના ભાડા ખુબ જ ઉંચા હોય છે. ત્યારે મહિનાઓ પછી પણ પાર્ટી પ્લોટની કામગીરી  શરુ નથી થઇ શકી, જેથી આ વોર્ડમાં રહેતા લોકોને મુશ્કલી પડી છે. ત્યારે તેમના આ અનોખા વિરોધથી લોકો અચંબામાં પડી ગયા હતા અને અહીં લોકોના ટોળા ભેગા થઇ ગયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch