એક્ટીવા પર જઇ રહેલી બે મહિલાઓમાંથી એકનું મોત
(ઇજાગ્રસ્ત મહિલાનો ફોટો)
અમદાવાદ: શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતની સંખ્યા પણ વધી છે. બીઆરટીએસ કોરિડોરના કારણે શહેરના રોડ રસ્તા સાંકડા થઈ ગયા છે. આ દરમિયાન શહેરમાં એસ ટી બસે ફરી એક મહિલાનો જીવ લીધો છે. અમદાવાદમાં માણેકબાગ રોડ પર બસે એક્ટિવાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે, એક્ટિવાની પાછળ બેઠેલા મહિલા ફંગોળાઇ હતી, બસની નીચે આવી જતાં મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
માણેકબાગ રોડ પર એસટી બસ પૂરપાટ ઝડપે આવતી હતી આ સમયે બસે એકિટવાને અડફેટે લીધું હતું. જેને કારણે એક્ટિવા પાછળ બેઠેલા મહિલા રોડ પર પટકાતાં એસટી બસના ટાયર નીચે આવતાં મોત થયું હતું. એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.
અકસ્માત બાદ ત્યાંથી પસાર થતાં લોકો ટોળે વળી ગયા હતા.જેને કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ મહિલાઓ કયા વિસ્તારની રહેવાસી છે અને ક્યાં જતી હતી તે વિગતો મેળવવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08