Mon,18 November 2024,5:55 am
Print
header

કોરોનાના વધતા કેસ વચ્ચે સરકાર કરી શકે છે મોટો નિર્ણય, મહાનગરપાલિકાઓમાં ધૂળેટી પર પ્રતિબંધની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ઘણા સમય પછી રોજના પાછા 700 થી વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ એલર્ટ છે.  કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે રાજ્ય સરકાર મોટો નિર્ણય કરી શકે છે. મહાનગરપાલિકાઓમાં આ વખતે હોળી-ધૂળેટીના તહેવાર પર પ્રતિબંધ લગાવવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે. જેથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં તહેવારની ઉજવણી પર પ્રતિબંધ આવી શકે છે. જો કે હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરાઇ નથી.

પોલીસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડક રીતે પાલન કરાવવા સક્રિય છે સાથે જ ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટ જેવી જગ્યાઓએ પોલીસની નજર પણ રહેશે. બીજી તરફ સુરતમાં ત્રણ દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળતા તંત્રએ બજારોમાં ભીડ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch