Sun,17 November 2024,1:33 pm
Print
header

આંખમાં મરચું નાખીને આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 2 કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ

બહાદુર કર્મચારીએ લૂંટારૂંને જવા જ ન દીધો, લૂંટારુ 25 વર્ષનો યુવક નીકળ્યો  

અમદાવાદઃ શહેરમાં હત્યાઓ, લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે કાયદો વ્યવસ્થાને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે. શહેરના સૌથી સુરક્ષિત પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં ધોળે દિવસે રુપિયા 2 કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે, આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો લૂંટારૂંનો પ્લાન નિષ્ફળ થઇ ગયો છે.

નિષ્ફળ લૂંટના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઇ છે. જેમાં લૂંટારૂં કર્મચારીની આંખમાં મરચું નાખીને ફરાર થવાની ફિરાકમાં હતો.જો કે કર્મચારીએ હિંમત કરતા લૂંટારૂંએ ત્યાંથી ભાગી જવું પડ્યું છે. આરોપી એક એક્ટિવા પર બુકાની બાંધીને આવ્યો હતો, સી.જી રોડ પરની મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી સુનિલ ચૌહાણ IDBI બેન્કમાંથી પૈસા લઇને નીકળ્યો હતો ત્યારે આ લૂંટારૂ તેની પાછળ લાગી ગયો હતો કર્મચારીએ જેવા રૂપિયા પોતાની સફેદ રંગની કારમાં મુક્યાં કે આરોપીએ મરચાની ભૂકી કર્મચારીની આંખોમાં નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.જો કે કર્મચારીએ એક્ટિવા પર રુપિયા ભરેલો થેલો લઇને ભાગી રહેલા આરોપીને પકડી રાખ્યો હતો એટલા જ સમયમાં આસપાસના લોકો અને આગળથી એક પોલીસકર્મી અહીં આવી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો.

આરોપી 25 વર્ષીય અંકુર મોડેસરા ચાંદલોડિયાનો છે અને તે આંગડિયામાં ઘણી વખત જતો હોવાથી તેને ઘણી માહિતી હતી. જો કે હાલમાં તે ઝડપાઇ ગયો છે અને પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે તેની સાથે અન્ય કોઇ આરોપીઓ છે કે નહીં તે મામલે તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch