Sun,17 November 2024,7:01 pm
Print
header

પતિના નાનપણના મિત્રએ જ પત્ની સાથે એવું કર્યું કે પતિ રહી ગયો દંગ

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાની પતિના નાનપણના મિત્રએ જ છેડતી કરી હોવાની મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, પરિણીતાને યુવકે ફ્લેટની નીચે બોલાવી બાઈક પર બેસાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો.જ્યાં તેને કહ્યું કે તું મારી સાથે  લગ્ન કરી લઈશ તો તારા પતિનું બધું દેવું હું ભરપાઇ કરી દઇશ, પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઇને મહિલા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ફતેવાડી વિસ્તારમાં 34 વર્ષીય પરિણીતા તેના પતિ સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. તેનો પતિ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર પહેલા શાહપુરમાં રહેતો હતો, તેના પતિનો નાનપણના મિત્ર અલ્તાફ શેખને તેમના પરિવારમાં ઘર જેવા સંબંધો હતા. વર્ષ 2007માં આ મહિલા અને તેનો પરિવાર શાહપુરથી ફતેવાડી રહેવા આવ્યાં હતા. આ મહિલાના પતિનો ફોન ખોવાઈ જતા નવો ફોન અને સીમકાર્ડ લીધું હતું. જેથી પતિના મિત્ર અલ્તાફ શેખ સાથે સંપર્ક રહ્યાં નહોતા.

દોઢ મહિના પહેલા આ મહિલા અને તેનો દિયર કામથી બહાર જતા હતા.ત્યારે ફ્લેટની નીચે રિક્ષાની રાહ જોઇને રહ્યાં હતા, મહિલાના દિયરને જોઇને અલ્તાફ તેની પાસે આવ્યો હતો અને મહિલાના પતિનો નંબર માગતા મહિલાના દિયરે ભૂલથી આ મહિલાનો નંબર આપી દીધો હતો. બાદમાં બે-ત્રણ દિવસ પછી અવારનવાર આ અલ્તાફ મહિલાને ફોન કરી તેની સાથે અને તેના પતિ સાથે વાતચીત કરતો હતો. અલ્તાફ શેખ ડુંગળી બટાકાનો વેપાર કરતો છે. મહિલાના પતિને 10,000 રૂપિયાની જરૂર હોવાથી મહિલાએ અલ્તાફને 10,000ની લોન અપાવવાની વાત કરી હતી. અલ્તાફ મહિલાને ફોન કરી જણાવ્યું કે, હું તમારા ફ્લેટ નીચે ઉભો છું તમે નીચે આવો મારે તમારી સાથે વાત કરવી છે. મહિલાએ જણાવ્યું કે, તેના પતિનો આવવાનો સમય થઈ ગયો છે. અલતાફે કહ્યું કે, તેનો પતિ હાલ રિક્ષા લઈને ચાંગોદર ગયો છે તો તેને આવતા વાર લાગશે. જેથી મહિલા નીચે ગઈ હતી ત્યારે અલ્તાફે કોઇ બહાનું કરીને  મહિલાને બાઈક પાછળ બેસાડી હતી અને તેને મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો ત્યાં જઈને જણાવ્યું કે તું મારી સાથે લગ્ન કરી લે તો તારા પતિનું બધું દેવ હું પૂરું કરી દઈશ, જેથી મહિલાએ ના પાડતાં અલ્તાફએ મહિલાનો હાથ પકડી લીધો અને કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે તું મારી સાથે લગ્ન કરી લે. આ ઘટના અંગે મહિલાએ તેના પતિને વાત કરતા પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ અલ્તાફ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરીયાદ નોંધાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch