વિરમગામ: જાલમપુર ગામમાં 6 વર્ષના બાળકનું અપહરણ કરીને બાદમાં તેની ઘાતકી હત્યા પોતાની માતા અને કાકાએ કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ મૃતદેહને સગેવગે કરીને બન્ને અઢી વર્ષથી ફરી રહ્યાંર હતા. સપ્ટેમ્બર 2018માં 6 વર્ષનો હાર્દિક અચાનક ઘરની બહારથી જ ગુમ થયો હતો. પોલીસે આ ભેદ ઉકેલતા આરોપી કાકા રમેશ ઉર્ફે કટો તથા માતા જોશનાને ઝડપી પાડ્યા છે.
વિરમગામ તાલુકાનાં જાલમપુર ગામમાં રહેતા નવઘણભાઈ કોદાભાઈનો 6 વર્ષનો પૌત્ર હાર્દિક 28 સપ્ટેમ્બર 2018માં ઘર પાસેથી જ ગુમ થયો હતો. શોધખોળ કરતા હાર્દિકની ભાળ મળી ન હતી. બાદમાં તેમણે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવઘણભાઈ પત્ની પાર્વતીબહેન, મોટો પુત્ર જગદીશ, તેની પત્ની જોશના, બંનેનાં સંતાનો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.
મોટો દીકરો જગદીશભાઈ ખેતરમાં કામ કરવા ગયો હતો. પાર્વતીબહેન કોઇ કામ માટે બહારગામ ગયાં હતાં. જોશના પુત્રી શ્રદ્ધાને લઈને તળાવે કપડાં ધોવા ગઈ હતી. તે સમયે હાર્દિકને નજીકની દુકાને ચોકલેટ લેવા ગયો હતો. જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. ઘણીવાર થતા તે ઘરે ન આવ્યો તેથી દાદાએ તેની શોધખોળ શરૂ કરી પરંતુ તે મળ્યો નહીં. જેથી તેમણે નાના દીકરા રમેશને ફોન કર્યો હતો. અંતે પોલીસ ફરિયાદ નોંધી હતી.
પોલીસ તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હાર્દિકની માતા જોશના અને દિયર રમેશને આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની જાણ બધાને થઇ જશે. આ ડરને કારણે માતા અને કાકાએ ભેગા થઇને હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવાનું ષડ્યંત્ર રચ્યું હતું. કાકા રમેશે હાર્દિકનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. તેના અવશેષોને કોથળામાં ભરીને રેતીના ઢગલામાં દાટી દીધા હતા. ત્યાર બાદ રમેશ નોકરીએ અને જોશના ઘરે જતી રહી હતી. બીજા દિવસે રમેશે કોથળો કાઢીને ગટરમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.
આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 302, 201, 114, 120 (બી) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સગી માતાએ જ પોતાના પુત્રની હત્યા કરતા પરિવાર ચોંકી ગયો છે. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ થઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22