Sun,17 November 2024,2:03 pm
Print
header

વિવાનની ધીરજ ખૂટી ગઇ, ઇન્જેક્શન માટેના 16 કરોડ રૂપિયા ભેગા થાય તે પહેલા જ વિવાને દુનિયાને કહ્યું અલવિદા

અમદાવાદઃ થોડા દિવસો પહેલા ધૈર્યરાજસિંહ નામના બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હોવાને કારણે ગુજરાત અને બહારના લોકોએ આ બાળકના પરિવારના સભ્યોને મદદ કરી હતી, અંતે ધૈર્યરાજને મુંબઈની હોસ્પિટલમાં 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું. તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ ગીર સોમનાથના આલીદર ગામમાં રહેતા વિવાન નામના બાળકને SMA નામની ગંભીર બીમારી હતી. આ બીમારીની સારવાર માટે વિવાનના પરિવારના સભ્યોને 16 કરોડ રૂપિયાની જરૂર હતી.તેના માતા પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાને કારણે વિવાનના પરિવારના સભ્યોએ લોકો પાસે મદદની માગણી કરી હતી.પરંતુ વિવાનને ઇન્જેક્શન મળે તે પહેલા જ તેણે જીવ ગુમાવી દીધો છે.

વિવાનનું અમદાવાદમાં નિધન થયું છે સોલા સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે વિવાનના પિતાએ જણાવ્યું કે વિવાનને બચાવવા મદદ માટે આગળ આવનાર તમામ લોકોનો આભાર. વિવાન માટે એકઠી થયેલી રકમ સેવાકીય કામ પાછળ ખર્ચવામાં આવશે. અત્યાર સુધીમાં વિવાનના ઇન્જેક્શન માટે 2 કરોડ રૂપિયા ભેગા થયા હતા, હવે કોઈ ફંડ ન મોકલે, જે ફંડ આવ્યું છે તેને સેવાકીય કાર્યમાં વાપરવામાં આવશે.

ગીર સોમનાથના આલીદર ગામમાં અશોક વાઢેર તેમના પરિવારની સાથે રહે છે. અશોક વાઢેર કચ્છની ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને એક અઢી મહિનાનો દીકરો હતો અને આ બાળકને SMA નામની ગંભીર બીમારી છે. થોડા દિવસો પહેલા દીકરાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તે સમયે જાણવા મળ્યું કે આ બાળકને SMA નામની બીમારી છે આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને બાળકની મદદ કરવા માટે અપીલ કરી હતી, લોકો પણ આગળ આવીને મદદ કરી રહ્યાં હતા. પરંતુ ઇન્જેક્શન માટેના રૂપિયા ભેગા થાય તે પહેલા જ વિવાને દુનિયાને અલવિદા કહી દીધું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch