Mon,18 November 2024,10:07 am
Print
header

તને ખેંચ આવે છે તું મારા માથે પડી છે કહીને પતિ મ્હેંણા મારતો હતો... પછી પત્નીએ એવું પગલું ભર્યું કે...

અમદાવાદઃ શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પત્નીને વારંવાર  બીમાર પત્ની કહીને પતિ માનસિક ત્રાસ આપતા પત્નીએ આખરે આપઘાત કરી લીધો છે. આ મામલે પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધીને પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કિરણબેનના લગ્ન વર્ષ 2018માં જશોદાનગરમાં રહેતા અજીતસિંહ પરમાર સાથે થયા હતા.તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. લગ્નના થોડા સમય પછી પતિ પત્નીને નાની બાબતમાં ઝઘડો કરી હેરાન કરતો હતો તે ગર્ભવતી થઈ ત્યારે પણ પતિ અજીતસિંહ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતા યુવતી કંટાળીને પિયર જતી રહી હતી.

મહિલાએ માતાને પોતાની સાથે બનેલી તમામ ઘટના વિશે જણાવ્યું હતું કે તેનો પતિ અજીતસિંહ મ્હેંણા મારી કહેતો હતો કે તને ખેંચ આવે અને તું મારા માથે પડી હોવાનું કહી હેરાન કરતો હતો. મહિલાએ કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસે  ફરિયાદ નોંધી છે. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી અજીતસિંહ પરમારની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા પતિની પૂછપરછ કરતા બાળકીના જન્મ થયા બાદ તે પત્નીને હેરાન કરતો હોવાની કબૂલાત કરી છે. મૃતક પત્નીની માતાએ આક્ષેપ કર્યો છે કે પતિ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હતી. હાલ પોલીસે આરોપી પતિની વધુ પૂછપરછ શરૂ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch