Sun,17 November 2024,3:24 am
Print
header

અમદાવાદઃ પ્રેમલગ્ન કરનારી મહિલાએ કરી આત્મહત્યા, 12 વર્ષ પહેલા કર્યાં હતા લગ્ન

ચાર સંતાનની માતાએ મોતને વ્હાલું કર્યું 

અમદાવાદઃ શહેરમાં 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી એક મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું છે.ચાર સંતાનની માતાએ પતિના ત્રાસથી આ પગલું ભર્યું હતું. થોડા સમય પહેલા મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંતાનોની ચિંતામાં વિચાર બદલી નાખ્યો હતો.

અમદાવાદમાં સમીમબાનુ નામની મહિલાએ બાર વર્ષ પહેલાં વટવામાં રહેતાં અબ્દુલ માજીદ અન્સારી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમિયાન મહિલા ચાર સંતાનોની માતા બની હતી. જેમાં તેમને ત્રણ દિકરા અને એક દિકરી છે. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી શરૂઆતમાં તેના પિયરીયાઓ તેને બોલાવતા ન હતા. પરંતુ દીકરીને જન્મ આપ્યાં બાદ તેને પિયરપક્ષે બોલાવવાનું શરૂ કર્યું હતું.

છેલ્લા ચાર વર્ષથી પતિએ તેના પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યુ હતું. પતિ નાની નાની વાતોમાં મારકૂટ કરતો હતો  જ્યારે તે પિયર આવી ત્યારે પતિના ત્રાસની વાત કરી હતી. પરંતુ પરિવારજનો સમજાવીને તેને પરત મોકલતા હતા. આખરે પરિણીતાની ધીરજ ખૂટી જતાં તેણે નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે. ભાઈબીજના દિવસે ઘરેથી શાક લેવાના બહાને તે નીકળી હતી અને નદીમાં કૂદી ગઈ હતી. ઘણા સમય સુધી પરત ન ફર્યાં બાદ શોધખોળ કરાતાં નદીમાંથી એક મહિલાની લાશ મળી હોવાનું જાણવા મળ્યાં બાદ ત્યાં પહોંચીને તપાસ કરતાં આ મૃતદેહ ગુમ  મહિલાનો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તપાસ કરીને મૃતકના પતિ સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch