Sun,17 November 2024,7:32 am
Print
header

નોકરીના બહાને દુષ્કર્મ, મુંબઈની યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાનું કહીને કર્યું પાપ

યુવકે સોશિયલ મીડિયાથી યુવતીનો કર્યો હતો સંપર્ક

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ એક યુવકે મુંબઈની યુવતીનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને એરપોર્ટ પર નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવીને એરપોર્ટ નજીકની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતું. બાદમાં યુવતી પાછી મુંબઈ જતી રહી હતી, યુવતીએ દુષ્કર્મ ગુજારનાર યુવકના વિરુદ્ધમાં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નાલાસોપારા પોલીસે અમદાવાદ એરપોર્ટ પોલીસને કેસ ટ્રાન્સફર કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મુંબઈના અંધેરીમાં રહેતા વિશાલ રાજપુત (ઉ.વ 25) નામના યુવકે સોશિયલ મીડિયાથી મુંબઈમાં રહેતી (ઉ.વ 25) યુવતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી, યુવતીને નોકરીની જરૂર છે તેવી વિશાલ રાજપુતને વાત કરી હતી. વિશાલે યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવવાની વાત કરી હતી. એક દિવસ વિશાલે યુવતીને ફોન કરીને જણાવ્યું કે તને અમદાવાદ એરપોર્ટ પર નોકરી મળી જશે તો તારે ઈન્ટરવ્યૂં આપવા માટે અમદાવાદ આવવુ પડશે.યુવતી એરપોર્ટની નોકરીની લાલચે મુંબઈથી અમદાવાદ આવી હતી. બાદમાં વિશાલ યુવતીને હોટલમાં લઈ ગયો અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. પોલીસે વિશાલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch