Sun,30 June 2024,9:02 pm
Print
header

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

અમદાવાદઃ રાજ્યમાં હવે ચોમાસાનું આગમનું થઈ ગયું છે, ગઈકાલ રાતથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક અનુભવાઇ છે. વરસાદ પડતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણોદેવી, એસજી હાઈવે વેગેરે વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. આસરવા સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ 35થી 45ની પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. વડોદરામાં સોમવારે સવારે વરસાદ પડ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે.

સુરત, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

26 જૂને પંચમહાલ, વડોદરા તથા સૌરાષ્ટ્રના છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 27 અને 28 જૂને નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, ભરૂચ અને ડાંગ માટે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

માણસા, લાલપુર અને ધંધુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સાથે ડાંગ, નડિયાદ, ડભોઇ, બાયડ, વીરપુર, જાંબુઘોડા, નાંદોદ, હાલોલ, નેત્રંગ, વિરમગામ, અમદાવાદ, આણંદ, બોટાદ, ચોટિલા, ઉમરેઠ, બાવળા, ખેડબ્રહ્મા, કરજણ, ઘોઘંબા, સંખેડા, ભાણવડ, વલસાડ, નખત્રાણા, દેહગામ, વ્યારા, વઘઇ, કલ્યાણપુર, વાલોડ, ખેડા, ઓલપાડમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદના રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર પાસે લાલા વસાણીની પોળમાં બે માળના મકાનનો કેટલોક ભાગ જર્જરીત હોવાને કારણે મકાન ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે મકાનમાં ફસાયેલાં 2 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાને પગલે બંને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch