Sun,17 November 2024,3:22 am
Print
header

અમદાવાદમાં કોરોનાએ ફરી ઊંચક્યું માથું ! ઇસનપુર વિસ્તારની આ સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર

અમદાવાદઃ દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. થોડા જ દિવસમાં કોરોનાના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. શહેરના ઇસનપુર વિસ્તારના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો છે. ફ્લેટના 20 મકાનોના 85 લોકોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ કરાશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 કેસ પોઝિટિવ આવ્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 14 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કુલ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ 234 કોરોના એક્ટિવ કેસ છે. સુરતમાં 7, વડોદરામાં 6 રાજકોટમાં 3, જૂનાગઢમાં 2 કેસ નોધાયા છે. વલસાડમાં 2, અમરેલીમાં 1 કેસ, સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યાં છે.

દિવાળીમાં લોકો ખરીદી તેમજ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભેગા થયા હોવાને કારણે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. કોરોના કેસો ફરી પાછા વધી શકે છે જેથી તંત્ર દ્વારા તમામ તૈયારી રાખવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch