Fri,15 November 2024,3:00 pm
Print
header

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર વ્યક્તિ સામે FIR દાખલ, ટૂંક સમયમાં કરાશે ધરપકડ

નવી દિલ્હી: ગત 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા મુસાફર પર પેશાબ કરનાર મુસાફર પર આગામી 30 દિવસ માટે પ્લેનમાં મુસાફરીનો પ્રતિબંધ લાદી દેવાયો છે. દિલ્હી પોલીસે સહ-મુસાફર પર પેશાબ કરનાર વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર પેશાબ કરનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે અનેક ટીમોની રચના કરી હતી. 

વૃદ્ધ પીડિતાએ એર ઇન્ડિયાને કરેલી ફરિયાદને આધારે ભારતીય દંડ સંહિતા અને એરક્રાફ્ટ રૂલ્સ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા તેમજ વિમાન નિયમોની કલમ 294 (જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય), 354 (તેની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળ), 509 (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના ઇરાદાથી શબ્દ, હાવભાવ અથવા કૃત્ય) અને 510 (દારૂના નશામાં કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં ગેરવર્તણૂક) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યાં અનુસાર તેમને આરોપી મુસાફરને શોધી કાઢવા માટે ઘણી ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. પેશાબ કરનાર આરોપી મુસાફરની ઓળખ શેખર મિશ્રા તરીકે થઈ છે, જે મુંબઈના એક બિઝનેસમેન છે. એર ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તેમને નવેમ્બરમાં ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં સહ-મુસાફર પર પેશાબ કરનાર મુસાફર પર આગામી 30 દિવસ માટે મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે અને પરિસ્થિતિને સંભાળવામાં ક્રૂ મેમ્બર્સની તરફથી કોઈ બેદરકારી છે કે કેમ તે જાણવા માટે એક આંતરિક સમિતિની રચના કરવામાં આવી રહી છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ જણાવ્યું કે તેણે ગયા વર્ષે 26 નવેમ્બરે બનેલી આ ઘટના અંગે એરલાઇન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ મામલે બેદરકારી બદલ જે પણ એરલાઇન સ્ટાફ દોષી સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch