Fri,15 November 2024,9:52 pm
Print
header

NSA અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક બાદ ત્રણ કમાન્ડો ડિસમીસ, DIG ને હટાવી દેવામાં આવ્યાં- gujaratpost

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષામાં ચુક થઇ હતી, જે મામલે મોટી કાર્યવાહી કરીને ત્રણ કમાન્ડોને ડિસમીસ કરી દેવાયા છે, અને અહીના DIG ને હટાવી દેવામાં આવ્યાં છે, તેમની બદલી કરાઇ છે, 16 ફેબ્રુઆરી 2022 માં એક શખ્સે કાર લઈને ડોભાલના સરકારી આવાસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, જે પકડાઇ ગયો હતો પરંતુ આ કેસમાં સુરક્ષાકર્મીઓની બેદરકારી સામે આવી હતી.

ડોભાલને z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે

સુરક્ષા CISFના કમાન્ડો કરે છે

આ કેસની તપાસ બાદ ગૃહમંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે. CISFના ત્રણ કમાન્ડોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. DIG અને કમાન્ડન્ટ રેન્કના બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 

16 ફેબ્રુઆરી 2022 ની સવારે 7 વાગ્યાને 45 મિનીટે રેડ રંગની SUV કારના ચાલકે ડોભાલના નિવાસસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જે શખ્સ ઝડપાયો હતો તે બેંગ્લુરુનો શાંતનું રેડ્ડી હતો અને તે માનસિક બિમાર હોવાનું સામે આવ્યું હતુ. તેના શરીરમાં કોઇ ચીપ લગાવ્યાનું તેને કબૂલ્યું હતુ પરંતુ આ વાત ખોટી નીકળી હતી. બાદમાં આ કેસની તપાસ ગૃહમંત્રાલયે શરૂ કરી હતી.

નોંધનિય છે કે ડોભાલે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ કર્યું હતુ, જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા મામલે પણ તેમની રણનીતિ મહત્વની હતી, દેશની સુરક્ષાને લઇને અનેક ઓપરેશનમાં તેમને મહત્વની જવાબદારી નીભાવી છે તેમને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો તરફથી અનેક વખત ધમકી પણ આપવામાં આવી છે. તેઓ પીએમ મોદીના નજીકના વ્યક્તિ પણ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch