Mon,18 November 2024,6:16 am
Print
header

શીવભક્તો માટે સારા સમાચાર, જાણો કઇ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા

જમ્મુ: શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. જમ્મુમાં આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરી હતી. આ વર્ષે 28 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાને લઈને દેશભરમાં શીવભક્તો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. 

મુસાફરોના રહેવા અને જમવાથી લઈને બસોની સગવડતા કરવામાં આવે છે. જ્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને સુરક્ષાદળો તૈનાત કરવામાં આવશે. મુસાફરો માટે આ યાત્રાના સુગમ બનાવવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ ખૂબ જ મોટાપાયે તૈયારીઓ કરે છે. કોરોનાને પગલે ગત વર્ષે અમરનાથ યાત્રાને રદ જ કરવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch