Mon,18 November 2024,5:52 am
Print
header

પ્રતિબંધઃ શામળાજી બાદ હવે આ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારાઓને નહી મળે પ્રવેશ

અંબાજી: ગુજરાતના વધુ એક મંદિરમાં  ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તોને પ્રવેશ નહીં મળે. શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોને પ્રવેશ પર પાબંધીનો  મંદિર ટ્રસ્ટએ નિર્ણય લીધો છે હવે અંબાજી મંદિરમાં વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી નહીં શકે. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે. 

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ નિર્ણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે. આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિરમાં ટૂકાં વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ નાના કપડાં પહેરીને આવે છે તો તેમને પીતાંબર પહેર્યાં બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch