Sun,17 November 2024,7:01 pm
Print
header

કોરોના વધશે, અંબાજી મંદિરના આ દ્રશ્યો ગંભીર બેદરકારીનો સૌથી મોટો બનશે નમૂનો

અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો સામાજિક અંતર ભૂલ્યાં

સરકારે આપેલી છુટછાટનો ખોટો લાભ લઇને લોકો બેરોકટોક બની રહ્યાં છે

અંબાજી મંદિર પ્રશાસનની ગંભીર બેદરકારી આવી સામે 

મંદિરની અંદરની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે

અંબાજીઃ ગુજરાતમાં ધંધા રોજગાર નિયમિત બને અને લોકો પોતાનું જીવન ફરીથી સામાન્ય રીતે જીવી શકે તે માટે રાજ્ય સરકારે કોરોનાની ગાઇડલાઇનમાં છુટછાટ આપી છે ધાર્મિક યાત્રાધામો પણ શરૂ કર્યાં છેે જેમા અંબાજી મંદિરમાં અતિશય ભીડનો માહોલ જોવા મળ્યો હતો જાણે કોરોના હવે સાવ ગાયબ જ થઇ ગયો હોય તેમ લોકો સામાજિક અંતર ભૂલ્યાં છે અને ઘણા લોકો માસ્ક વગર પણ જોવા મળ્યાં છે. જો કે આ માટે અંબાજી મંદિર પ્રશાસનની બેદરકારી પણ કહી શકાય.  

પુનમ હોવાને કારણે સવારથી ભક્તોની ભીડ હતી અને મંદિર પરિસરમાં તો જાણે સામાજિક અંતરનું પાલન કરતા નહોતા અને મંદિરમાં આવતા લોકો સેનેટાઇઝર પણ લગાવતા નહોતા. ત્યારે સવાલ એ થાય કે અંબાજીની સ્થાનિક પોલીસનો સ્ટાફ કે બંદોબસ્ત મંદિર ખાતે હાજર હતો. તેમ છંતા ભીડ એકઠી થતી ન રોકી શક્યો. ત્યારે આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને આંમત્રણ જ કહી શકાય. આવી સ્થિતિ માત્ર અંબાજી મંદિરની નથી પાવાગઢ, દ્વારકા, ચોટીલા જેવા યાત્રાધામોની પણ છે. ત્યારે સરકારે નિયમોનો કડક અમલ કરાવવો જરૂરી છે. નહીંતર ફરીથી કોરોનાની વધુ એક લહેર તબાહી મચાવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch