Sat,16 November 2024,4:12 pm
Print
header

અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને કરી આગાહી, જાણો વધુ વિગતો- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીની સિઝનની સાથે માવઠાંની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધા છે, હવામાનને લઇને આગાહી કરનારા નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદીની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. બે દિવસ બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બાદમાં માવઠું થઇ શકે છે.

અંબાલાલ પટેલની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધશે, રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેને કારણે ખેતીના પાકને નુકસાનીની શક્યતા છે. જો માવઠું થશે તો ઠંડીમાં પણ વધારો થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંની શક્યતા વધારે છે. 

નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ રાજ્યમાં માવઠાંને કારણે ખેતીને નુકસાન થયું હતુ, ખેતર અને એપીએમસીમાં ખુલ્લામાં પડેલા મગફળી સહિતના પાકને નુકસાન થયું હતુ અને હવે ફરીથી માવઠાંની આગાહીથી ખેડૂતો ચિંતિત છે, તાત્કાલિક ખુલ્લામાં રહેલા માલને યોગ્ય જગ્યાએ મુકવાની વ્યવસ્થા કરવી પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch