Thu,14 November 2024,12:23 pm
Print
header

અમેરિકાને મળી મોટી સફળતા, અલ-જવાહિરી બાદ હવે ISIS લીડર ઉસામા અલ-મુજાહિરને ઠાર કરાયો

વોંશિગ્ટનઃ આતંકવાદી સંગઠન અલ કાયદાના ખતરનાક આતંકવાદીઓ અને માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહિરીને માર્યાં બાદ અમેરિકાને વધુ એક મોટી સફળતા મળી છે. અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS)ના નેતા ઉસામા અલ-મુજાહિરને મારી નાખ્યો છે. અમેરિકી સેનાએ પશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલા દરમિયાન MQ-9 રીપર ડ્રોન વડે આઈએસઆઈએસના એક નેતાને માર્યો હોવાનો દાવો કર્યો છે. યુએસ અધિકારીઓએ આ જાહેરાત કરી હતી.

અમેરિકી સેનાએ શુક્રવારે ત્રણ MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કરીને ISIS નેતા ઉસામા અલ-મુહાજિરને હવાઈ હુમલામાં મારી નાખ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલા દરમિયાન કોઈ નાગરિક માર્યાં ગયા હોવાના કોઈ સંકેત નથી, પરંતુ યુએસ અને તેના સાથી દેશો નાગરિકોની ઈજાના અહેવાલોનું મૂલ્યાંકન કરી રહ્યાં છે.અમેરિકી સેનાએ શુક્રવારે સીરિયામાં ISISના આ આતંકીને એ જ ડ્રોનનો ઉપયોગ કરીને ઠાર માર્યો, જેને રશિયન એરક્રાફ્ટ તાજેતરના દિવસોમાં યુક્રેનમાં નિશાન બનાવી રહ્યાં છે.

ખતરનાક આતંકવાદી MQ-9 ડ્રોન દ્વારા માર્યો ગયો

અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે જાહેરાત કરી હતી કે તેણે ત્રણ MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કરીને બે દિવસ પહેલા એક હવાઈ હુમલામાં ઉસામા અલ-મુહાજિરને મારી નાખ્યો હતો. સેન્ટકોમના જણાવ્યાં અનુસાર આ હુમલામાં કોઈ નાગરિકનું મોત થયું નથી. યુએસ કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ એક નિવેદનમાં જણાવ્યું કે અમે સમગ્ર વિસ્તારમાં ISISને હરાવવા માટે પ્રતિબદ્ધ છીએ."યુએસએ આ હુમલો એવા સમયે કર્યો હતો જ્યારે રશિયન સેનાએ '18 નોન-પ્રોફેશનલ ક્લોઝ-રેન્જ યુએસ ડ્રોનનો પીછો કર્યો હતો.

ત્રણ MQ-9 ડ્રોને આતંકવાદીઓના કામને નિષ્ફળ બનાવ્યું

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ રવિવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે શુક્રવારે ત્રણ રીપર ડ્રોન આતંકવાદીઓની શોધમાં ઉપરથી ઉડી રહ્યાં હતા, ત્યારે રશિયન દળોએ તેમને લગભગ બે કલાક સુધી હેરાન કર્યાં હતા. ખતરનાક પરિસ્થિતિને ટાળવા ડ્રોનને ટાળી શકાય તેવા દાવપેચ અપનાવવાની ફરજ પડી હતી. ડ્રોન એલેપ્પો વિસ્તારમાં એક મોટરસાઇકલ સવારને ત્રાટકવાની ખૂબ નજીક હતા.પરંતુ રશિયન ડ્રોન તેમનો પીછો કરી રહ્યાં હતા. જો કે, તે (ઉસામા અલ-મુજાહિર) પાછળથી અલેપ્પો નજીક માર્યો ગયો. અલ-મુહાજિર મુખ્યત્વે દેશના પૂર્વ ભાગમાં કાર્યરત છે, આતંકવાદી જૂથ સીરિયા અને ઇરાકના મોટા ભાગને નિયંત્રિત કરવા માંગે છે.

2014માં ISIS તેની ટોચ પર હતું

ISIS 2014માં તેની ચરમસીમા પર હતું, જ્યારે તેણે સીરિયા અને ઈરાકના ત્રીજા ભાગ પર કબ્જો કર્યો હતો. આ જૂથ ઇસ્લામમાં અતિ કટ્ટરપંથી છે અને હજારો યઝીદીઓની હત્યા સહિત અત્યાચાર કરવા માટે જાણીતું છે. 2019 માં આ જેહાદી જૂથના સ્થાપક અબુ બકર અલ-બગદાદી સહિત ISISના ત્રણ વડાઓ માર્યાં ગયા છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા માટે કુર્દિશ આગેવાનીવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસ સાથે કામ કરવા માટે લગભગ 900 યુએસ સૈનિકો સીરિયામાં તૈનાત છે. એ સ્પષ્ટ નથી થયું કે આતંકવાદી સંગઠનમાં અલ-મુહાજિરની ભૂમિકા શું હતી. પરંતુ તે ISISનો મોટો નેતા હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch